- 03 Nov, 2026
- 28
2027માં નવા અવતારમાં આવશે Hyundai Creta, ટેસ્ટિંગ દરમિયાન જોવા મળ્યું નવું ડિઝાઇન અને હાઇબ્રિડ એન્જિનનું સંભવિત અપડેટ
Hyundai Cretaની નવી જનરેશન ભારતીય બજારમાં 2027ના મધ્ય સુધીમાં લોન્ચ થઈ શકે છે. કંપનીની આ લોકપ્રિય SUVને તાજેતરમાં હિમાચલ પ્રદેશના મનાલીમાં ટેસ્ટિંગ દરમિયાન જોવામાં આવી હતી. નવી Cretaના એક્સટીરિયર અને ઇન્ટિરિયર બંનેમાં મોટા ફેરફારો જોવા મળવાની અપેક્ષા છે. ટેસ્ટિંગ દરમિયાન નવી ડિઝાઇનના એલોય વ્હીલ્સ, બોક્સી ફ્રન્ટ ગ્રિલ, સ્પ્લિટ LED હેડલેમ્પ્સ, અપડેટેડ ટેલલેમ્પ્સ અને ફ્લશ-ટાઇપ ડોર હેન્ડલ્સ જોવા મળ્યા છે. નવી SUVને K3 પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવી શકે છે, જેના કારણે તેનું કદ હાલના મોડલ કરતાં મોટું અને કેબિન વધુ જગ્યા ધરાવતું બની શકે છે.
ફીચર્સની વાત કરીએ તો નવી Hyundai Cretaમાં Pleos Connect ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, મોટી ટચસ્ક્રીન અને સ્લિમ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે મળવાની શક્યતા છે. આ ઉપરાંત ADAS અને 360-ડિગ્રી કેમેરા જેવા ફીચર્સ પણ આપવામાં આવી શકે છે. એન્જિનની વાત કરીએ તો કંપની હાલના પેટ્રોલ અને ડીઝલ એન્જિન વિકલ્પો ચાલુ રાખી શકે છે. સાથે જ નવા સ્ટ્રોંગ હાઇબ્રિડ પાવરટ્રેનનો વિકલ્પ પણ મળી શકે છે. જોકે, કંપનીએ હજુ સુધી નવી SUVના તમામ ફીચર્સ, એન્જિન અને કિંમત અંગે સત્તાવાર જાહેરાત કરી નથી.

.jpeg)









