ભારત આઝાદ થયા બાદ પણ લાંબા સમય સુધી સામાન્ય નાગરિકો દ્વારા રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા અંગે અનેક નિયમો અને પાબંદીઓ અમલમાં હતી. આ મુદ્દો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે ઉદ્યોગપતિ અને સાંસદ નવીન જિંદલે પોતાના સંસ્થાન પર તિરંગો ફરકાવવાને લઈને કાનૂની લડાઈ શરૂ કરી. આ મામલો હાઈકોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો અને અદાલતના નિર્ણયોથી નાગરિકોના તિરંગો ફરકાવવાના અધિકારને નવી દિશા મળી. જોકે, તિરંગાના સન્માન અને ગૌરવને જાળવવા માટે આજે પણ Flag Code of India અને સંબંધિત કાયદાઓ હેઠળ કેટલાક નિયમો લાગુ છે.

Share :

સંબંધિત સમાચાર