- 11 Aug, 2026
- 39
રામ મંદિરના CEOની રેસમાં હવે માત્ર 3 નામ, 16 ઉમેદવારોના વન-ટુ-વન ઈન્ટરવ્યૂ
અયોધ્યાના શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રમાં મંદિરના પ્રથમ મુખ્ય કાર્યકારી અધિકારી એટલે કે CEOની નિમણૂક પ્રક્રિયા હવે અંતિમ તબક્કામાં પહોંચી છે. પ્રથમ તબક્કામાં 1,580 ઉમેદવારોના અરજીઓ અને પ્રેઝન્ટેશનનું વિગતવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આશરે 111 ઉમેદવારોને ઓનલાઈન ઈન્ટરએક્શન માટે પસંદ કરવામાં આવ્યા. હવે પ્રક્રિયા 16 ઉમેદવારોના વન-ટુ-વન ઈન્ટરવ્યૂ સુધી પહોંચી છે, જેમાંથી અંતિમ રીતે 3 નામ શોર્ટલિસ્ટ કરવામાં આવશે.

.jpeg)




