- 18 Aug, 2026
- 29
Gujarati: ઉદ્ધવ જૂથની SCમાં અપીલ: પહેલા બળવાખોર ધારાસભ્યોની અયોગ્યતા પર નિર્ણય લો
મહારાષ્ટ્રના શિવસેના વિવાદમાં ઉદ્ધવ ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં મહત્વની દલીલ કરી છે. વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે કહ્યું કે સૌથી પહેલા ઠાકરે જૂથથી અલગ થઈને એકનાથ શિંદેનું સમર્થન કરનારા બળવાખોર ધારાસભ્યો સામેની અયોગ્યતાની અરજીઓ પર નિર્ણય લેવો જોઈએ. ત્યારબાદ જ કયો જૂથ અસલી શિવસેના છે તે નક્કી કરવામાં આવે.











