આમ આદમી પાર્ટીના નેતા અને દિલ્હીના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનની સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ સાથે જોડાયેલા ટેન્ડરમાં કથિત ગેરરીતિના કેસમાં ફરી ધરપકડ કરવામાં આવી છે. એન્ટી કરપ્શન બ્રાન્ચ એટલે કે ACBનો આરોપ છે કે ટેન્ડર પ્રક્રિયામાં એક ચોક્કસ કંપનીને કથિત રીતે ફાયદો પહોંચાડવામાં આવ્યો હતો. તપાસ એજન્સી ટેન્ડર પ્રક્રિયા, સંબંધિત અધિકારીઓની ભૂમિકા અને કંપની સાથેના કથિત સંબંધોની તપાસ કરી રહી છે. સત્યેન્દ્ર જૈનની ફરી ધરપકડ બાદ દિલ્હીની રાજનીતિમાં ફરીથી રાજકીય આરોપ-પ્રત્યારોપ તેજ થવાની શક્યતા છે.

Share :

સંબંધિત સમાચાર