- 01 Sep, 2026
- 17
ન્યૂયોર્કમાં રાધિકા અંબાણીની પિઝ્ઝા પાર્ટી, જાહ્નવી કપૂર સાથે જોવા મળી, સિમ્પલ-કૂલ લુકે ખેંચ્યું ધ્યાન
અંબાણી પરિવારની નાની વહુ રાધિકા અંબાણી પોતાની સાદગી અને એલિગન્ટ સ્ટાઇલ માટે જાણીતી છે. હાલમાં તે ન્યૂયોર્કમાં મિત્રો સાથે સમય પસાર કરી રહી છે. તેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે, જેમાં તે પિઝ્ઝા પાર્ટી માણતી જોવા મળી રહી છે.
આ તસવીરોમાં રાધિકા અંબાણી સાથે બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર પણ જોવા મળી હતી. બંને મિત્રો સાથે એકદમ કેઝ્યુઅલ અને કૂલ અંદાજમાં જોવા મળી હતી. રાધિકાના સિમ્પલ લુકે સોશિયલ મીડિયા યુઝર્સનું ખાસ ધ્યાન ખેંચ્યું છે.
રાધિકા અંબાણી ઘણીવાર પોતાના ફેશન અને સ્ટાઇલને લઈને ચર્ચામાં રહે છે, પરંતુ આ વખતે તેનો સાદો અને કમ્ફર્ટેબલ અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. ન્યૂયોર્કની આ આઉટિંગ દરમિયાન તેનો લુક ગ્લેમરસ કરતાં વધુ નેચરલ અને કૂલ જોવા મળ્યો.
રાધિકા અને જાહ્નવીની તસવીરો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર બંનેની ચર્ચા થઈ રહી છે. બંને મિત્રો સાથે મસ્તી કરતા અને પિઝ્ઝાનો આનંદ માણતા જોવા મળી રહ્યા છે.

.jpeg)




