મહારાષ્ટ્ર ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા બુધવારે સમગ્ર રાજ્યમાં ચેન રેસ્ટોરન્ટ્સ સામે મોટા પાયે તપાસ અને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ અભિયાન દરમિયાન 104 ચેન રેસ્ટોરન્ટ્સની તપાસ કરવામાં આવી. મુંબઈમાં Domino’s Pizzaના ત્રણ આઉટલેટ સહિત પાંચ ચેન રેસ્ટોરન્ટના લાઇસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત બે પ્રતિષ્ઠાનોને તાત્કાલિક ધોરણે વ્યવસાય બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. FDAની આ કાર્યવાહીનો મુખ્ય ઉદ્દેશ્ય રેસ્ટોરન્ટ્સમાં ખાદ્ય સુરક્ષા, સ્વચ્છતા અને ગુણવત્તાના ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાનો છે.

Share :

સંબંધિત સમાચાર