- 11 Aug, 2026
- 44
‘Islamic NATO’ની ચીનને પહેલેથી જાણ હતી? માર્ચથી જ નવા સુરક્ષા માળખાની ચર્ચા
સાઉદી અરેબિયા, પાકિસ્તાન અને તુર્કિયે વચ્ચે થયેલા સંરક્ષણ કરારને લઈને મહત્વની માહિતી સામે આવી છે. અહેવાલો અનુસાર, આ કરારના ઘણા મહિના પહેલા જ ચીનના સરકારી મીડિયા દ્વારા સંભવિત નવા પ્રાદેશિક સુરક્ષા માળખા અંગે ચર્ચા શરૂ થઈ ગઈ હતી. માર્ચથી પ્રકાશિત અહેવાલોમાં ઈજિપ્ત સહિત ચાર દેશો વચ્ચે વધી રહેલા સંરક્ષણ સહયોગને નવા પ્રાદેશિક સુરક્ષા તંત્રના સંભવિત પાયા તરીકે રજૂ કરવામાં આવ્યો હતો. હવે આ ચર્ચાને સાઉદી-પાકિસ્તાન-તુર્કિયે સંરક્ષણ કરારના સંદર્ભમાં જોવામાં આવી રહી છે. જેના કારણે સવાલ ઉઠી રહ્યો છે કે શું ચીનને આવા સંભવિત વ્યૂહાત્મક સુરક્ષા ગઠબંધનની પહેલેથી જાણકારી હતી?

.jpeg)




